અમેરિકામાં પણ સુરક્ષા વ્યવસ્થા ડામાડોળ! હવે ટેક્સાસ યુનિ.માં ફાયરિંગ, બેના મોત, એક ઘાયલ
અમેરિકા (USA) ની ટેક્સાસ યુનિવર્સિટી (Texas University) કેમ્પસમાં સોમવારે ફાયરિંગની ઘટનાથી હાહાકાર મચી ગયો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા અને એક ઘાયલ હોવાની જાણકારી મળી છે.
વોશિંગ્ટન: અમેરિકા (USA) ની ટેક્સાસ યુનિવર્સિટી (Texas University) કેમ્પસમાં સોમવારે ફાયરિંગની ઘટનાથી હાહાકાર મચી ગયો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા અને એક ઘાયલ હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી મુજબ ટેક્સાસ એ એન્ડ એમ કોમર્સ કેમ્પસ ((Texas A & M Commerce campus) )માં આ ઘટનાને અંજામ અપાયો. અત્રે જણાવવાનું કે અમેરિકામાં ફાયરિંગની ઘટનાથી સરકાર હેરાન પરેશાન છે.
કેલિફોર્નિયામાં બસમાં ગોળીબાર, એકનું મોત અને 5 ઈજાગ્રસ્ત
અધિકારીઓના જણાવ્યાં મુજબ ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી પરિસરના નિવાસ હોલમાં ફાયરિંગની ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. એક બાળક ઘાયલ છે. ઘાયલ બાળક માત્ર 2 વર્ષનું છે. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયું છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે. ટેક્સાસ એ એન્ડ એમ કોમર્સ પોલીસ પ્રમુખ બ્રાયન વોને એક બ્રિફિંગમાં આ જાણકારી આપી.
Corona Virus: કોરોના વાઇરસ મામલે ચીનનો અમેરિકા સામે ગંભીર આરોપ
નોંધનીય છે કે સોમવારે જ કેલિફોર્નિયામાં ઘટેલી ફાયરિંગની એક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાંચ ઘાયલ થયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સવારે ઘટેલી આ ઘટનામાં બસમાં ફાયરિંગ થયું હતું. બસમાં 40 લોકો સવાર હતાં અને આ બસ લોસ એન્જલસથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહી હતી. ફાયરિંગ કરનારા શંકાસ્પદને અટકાયતમાં લેવામાં આવ્યાં છે. બસમાં ફાયરિંગ લોસ એન્જલસથી લગભઘ 80 મીલ દૂર લેબેક નજીક થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયરિંગ બાદ તરત ડ્રાઈવરે શંકાસ્પદને બસમાંથી નીચે ઉતરાવ્યો. નીચે ઉતરી વખતે હુમલાખોરે બંદૂકને બસમાં જ છોડી દીધી હતી. આ ઘટના એક ગેસ સ્ટેશન પાસે થઈ હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube